સોયાબીન : એક કઠોળ

સોયાબીનના પાકને વૈજ્ઞાનિક ભાષામાં ગ્લાયસીન મેક્ષ તરીકે ઓળખવામાં આવે છે. સોયાબીનને ગોલ્ડન બીન પણ કહેવાય છે. તેલીબિયાના પાક તરીકે તેની ગણના થાય છે. ખાસ કરીને આપણા દેશમાં તેનું ખરીફ ૠતુમાં જૂન મહીના દરમ્યાન પાકનું વાવેતર થતું હોય છે અને સપ્ટેમ્બર મહિના દરમ્યાન તેનું હાવેર્સ્ટિંગ થતુ હોય છે. આમ સોયાબીનનો પાક લગભગ ૯૦ થી ૧૦૦ દિવસની અંદર તૈયાર થઈ થઈ જાય છે. લેગ્યુમીનસ પ્રકારનો આ પાક ૧ મીટર જેટલી ઊંચાઈ ધરાવતો હોય છે. હુંફાળું અને ભેજવાળુ વાતાવરણ આ પાક માટે અનુકૂળ હોય છે. સોયાબીનનો ઉપયોગ ખાસ કરીને હાલમાં ખાદ્ય તેલ, પ્રોટીન આઈસોલેટ, પશુઆહાર, બાયોડીઝલ અને એન્જીનઓઈલ બનાવવામાં થાય છે. અલગ-અલગ કઠોળ વર્ગના પાકોની તુલનામાં સોયાબીનની ઉત્પાદકતા લગભગ બમણા જેવી છે. સોયાબીનની ભૌગોલિક વિસ્તાર પ્રમાણે જુદી-જુદી જાતો ઉગાડવામાં આવે છે.