આ એક ખુલ્લી રહેઠાણની પદ્ધતિ છે જેમાં પરંપરાગત રહેઠાણમાં રહેલ પાકાં તળિયાં તેમજ બાંધકામના વિવિધ વિભાગોની જગ્યાએ પશુને આરામ અને શારીરિક કસરત માટેની જગ્યા ભેગી હોય છે. આ જગ્યાએ માટીનું જ તળિયું રાખવામાં આવે છે. જ્યારે માટી ઉપર પશુ પોદરો કરે તેને પંજેઠી/દાંતિયા/રોટાવેટરથી વારંવાર ઊલટફેર કરી માટી સાથે ભેળવવામાં આવે છે અને આ પથારીની નીચે કમ્પોસ્ટિગ પ્રક્રિયા થવા દેવામાં આવે છે જેથી આને “કમ્પોસ્ટ પથારી” કહેવામાં આવે છે. આમ, પશુઓને પોચી હૂંફાળી પથારી મળી રહે છે પશુ વધુ હુંફ અને આરામદાયક સાનુકૂળતા અનુભવે છે અને તેનો સંપૂર્ણ પ્રાકૃતિક સ્વભાવ પ્રર્દશિત કરી શકે છે.
Social Plugin