રીંગણનું વાવેતર બારેમાસ કરી શકાય છે. રીંગણનાં પાકને વાનસ્પતિક વૃદ્ધિના પ્રાથમિક તબક્કા દરમિયાન ગરમ હવામાન વધુ માફક આવે છે તેમજ ફળ બેસવા તથા ફ ળની વૃદ્ધિ માટે ઠંડી અને સૂકી આબોહવા વધુ માક્ક આવે છે. સતત ભારે વરસાદ અને વાદળ છવાયેલ હવામાન આ પાકને અનુકૂળ આવતું નથી. રીંગણનો પાક વિવિધ પ્રકારની જમીનમાં લઈ શકાય છે. રીંગણના પાક, સારી નિતાર શક્તિ વાળી તેમજ સેન્દ્રિય તત્ત્વ પૂરતા પ્રમાણમાં હોય તેવી ફળદ્રુપ, ગોરાડુ, મધ્યમ કાળી જમીન વધુ માફક આવે છે. પરંતુ જ્યાં પાણી ભરાઈ રહેતું હોય તેવી ભારે કાળી જમીન પસંદ કરવી નહીં. કિચન ગાર્ડન માં રીંગણ એક ગ્રોબેગમાં એક છોડ નું વાવેતર કરવું . ફેરરોપણી ઓક્ટોબર-નવેમ્બર અને ઉનાળુ પાકની ફેરરોપણી ફેબ્રુઆરી-માર્ચમાં કરવી.