દૂધાળ ગાય - ભૈંસને ચૂનો (કેલ્શીયમ), ફોસ્ફરસ, સોડિયમ, પોટેશિયમ જૈવા ખનિજ પદાર્થોની મોટી સંખ્યામાં અને લોહ, તાંબુ, કોબાલ્ટ, આયોડીન જેવા ખનિજ પદાર્થોની અલ્પ માત્રામાં જરૂર પડે છે. પણ જો કોઈ ખાસ પ્રદેશની જમીન કોઈ ખાસ ખનિજ પદાર્થની ઉણપ ધરાવતી ન હોય તો દૂધાળ પશુને કેલ્શીયમ (ચૂનો), ફોસ્ફરસ તથા સોડિયમ જેવા તત્વો સિવાય અન્ય તત્વો, જરૂરી પ્રમાણમાં એમને કુદરતી ખોરાકમાંથી જ મળી રહે છે, આથી દૂધાળ પશુને માથાદીઠ ૩૦ ગ્રામ મીઠું દાણમાં ભેળવીને આપવું જરૂરી છે, આ ઉપરાંત ૩૦ ગ્રામ સાર મિશ્રણ અગર તેટલાં જ પકવેલાં હાડકાંનો ભૂકો (બૉનમીલ) આપવો જોઈએ, જો શક્ય હોય તો બજારમાં તૈયાર મળતી ચાટણ ઈંટ (કેટલ લીફ) પશુની ગમાણમાં મ કવી જેથી પશુ ચાટીને તેમાંથી જોઈતા ખનિજ તત્વો મેળવી શકે, દૂધાળ પશુને વ્યક્તિગત રીતે અલગ અલગ એમના દૈનિક દૂધ ઉત્પાદનના પ્રમાણમાં વજન કરીને સુમિશ્રિત દાણ ખવડાવવું જોઈએ.

અસમતોલ ખોરાક દુધાળ ગાય - ભેંસને આડેધદ ખવકાવવામાં આવે તો તેવા પશુઓ છાણ પેદા વધારે કરે છે અને દૂધ ઉત્પાદન ઘટે છે. જેથી પશુ પાલકને આર્થિક નુકસાન સહન કરવું પડે છે, અને ધંધામાં ખોટ જાય છે, પણ સમતોલ ખોરાક દૂધાળ પશુને આપવામાં આવે તો દૂદાળા પશુ ખોરાકનું પરિવર્તન દૂધ ઉત્પાદનમાં કરે છે, જેથી પશુ પાલન પોષણક્ષમ બને છે, અને આર્થિક ફાયદો થાય છે. અને ધંધામાં નફો મળે છે. .