સંશોધન દ્વારા ઘણીવાર જાણવા મળ્યું છે કે મેગેનીઝની ઓછી માત્રા ધરાવતા છોડમાં રોગનું પ્રમાણ વધુ હોય છે, જેના વિવિધ કારણો છે. જેમ કે, છોડના મૂળમાં રોગને કારણે મૂળની વૃદ્ધે ઓછી થવાથી મેંગેનીઝનું જમીનમાંથી શોષણ ઓછું થાય છે અને બીજુ કે ફગ દ્વારા રાઈઝોસ્ફીયરમાં મેંગેનીઝનું દહન થવાથી પણ સુલભ્યતા ઘટે છે. છોડના વાતાવરણના પરિબળોની છોડના રોગો ઉપર અસર ઉપરોક્ત પરિબળ કરતાં જુદી હોય છે.