-
ટીટોડીને કેમ ઓળખવી ?
ટીટોડી સૌરાષ્ટ્ર, કચ્છ, અને સમગ્ર ગુજરાત બધે જ દેખાતું - વસતું પંખી છે. તેનું માથું, ગળું, ઓડ, ડોક અને છાતી બધું જ કાળું. આંખથી શરૂ કરી કાનપટ્ટી ઉપરથી પસાર થતો સફેદ પટ્ટો પડખે થઈ પેટને પણ સફેદી દેખાડે. ઉપલો ભાગને પાંખો હોય બદામી રંગના. આંખ પાસે ઉપસેલી ચામડી લાલ ને આંખ ફરતેની પણ લાલ, ચાંચેય લાલ છેડે જતા કાળી. પગ પ્રમાણમાં લાંબાને પાતળા રંગના પીળા નર-માદા દેખાવે સાવ સરખા. મોટાભાગે જોડીમાં જ ફરનાર, ટીટોડી આપણી ધરતીનું પંખી પણ એના કૂળના બીજા પક્ષીઓ ટીટોડી જેવા જ બાટણ ટીટોડી અને કાંઠલાવાળી જીણી ટીટોડી છે જે શિયાળો ગાળવા આપણે ત્યાં આવ્યા કરે છે.
Social Plugin