ટામેટીના ખેતરમાં પીળા ફૂલવાળા જ હજારીગોટા પિંજર પાક તરીકે પાકને ફરતે તેમજ પાકની અંદર રોપવા. * લીલી ઈયળના નર ફૂદાને આકર્ષતા ફેરોમોન ટ્રેપ હેકટરે ૪૦ પ્રમાણે ગોઠવવા અને લ્યૂર દર ૨૧ દિવસે બદલવી. * લીલી ઈયળના ઈંડાંના પરજીવી ટ્રાયકોગ્રામા ભમરી ૧.૫ લાખ/હે. પ્રમાણે દર અઠવાડીયે છોડવા. * બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુનો પાઉડર ૩૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. * વધુ ઉપદ્રવ જણાય તો કિવનાલફોસ રપ ઈસી ૩૦ મિ.લિ અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી ૬ મિ.લી. અથવા ફ્લુબેન્ડીયામાઇડ ૪૮૦ એસસી ૬ મિ.લી. અથવા લેમડાસાયહેલોથ્રીન પ ઇસી ૮ મિ.લી. અથવા નોવાલ્યૂરોન ૧૦ ઇસી ૧૫ મિ.લી. અથવા થાયામેથોક્ઝામ ૧૨.૬૯% + લેમડાસાયહેલોથ્રીન ૯.૫% ઝેડસી ૪૫ મિ.લી. અથવા નોવાલ્યૂરોન ૫.૨૫% + ઇન્ડોક્ઝાકાર્બ ૪.૫% એસસી ૩૦ મિ.લી. અથવા સાયાન્ટ્રાનિલીપ્રોલ ૧૦. ર૬ ઓડી ૩૦ મિ.લી. ૧૫ લિટર પાણીમાં ઉમેરી જરૂરિયાત મુજબ વારાફરતી છંટકાવ કરવાથી આ જીવાતનું નિયંત્રણ મેળવી શકાય.