૧. ઓર્ગેનિક મલ્યીંગ :

સામાન્ય રીતે સેન્દ્રિય પદાર્થો જેવા કે પાકના પાંદડાઓ, ખાતર કે પછી લીલા ઘાસનો ઉપયોગ ઓર્ગેનિક મલ્ચીંગ તરીકે થાય છે.


2. ઈનઓર્ગેનિક મલ્ચીંગ  (પ્લાસ્ટિક મલ્ચીંગ) :

ઈનઓર્ગનિક મલ્ચીંગ તરીકે પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. પાકની જરૂરિયાત મુજબ અલગ-અલગ રંગ અને જાડાઈના પ્લાસ્ટિક મલ્યિગનો ઉપયોગ કરવામાં આવે છે.


3. બ્લેક પ્લાસ્ટિક મલ્ચીંગ :


બ્લેક પ્લાસ્ટિક મલ્ચીંગમાંથી સૂર્ય પ્રકાશ પસાર થતો નથી, આથી પ્લાસ્ટિક મલ્ચીંગની નીચે નીંદણનો વિકાસ થતો નથી. જમીનમાં ભેજ જળવાઈ રહે છે તથા તાપમાન સામાન્‍ય કરતા ઊંચું રહે છે.


4. ક્લીયર અથવા પારદર્શક મલ્ચીંગ :

પારદર્શક મલ્ચીંગનો ઉપયોગ નર્સરી બનાવતાં પહેલાં જમીનને જંતુરહિત કરવા માટે થાય છે. પારદર્શક મલ્ચીંગનો ઉપયોગ કરીને રોગમુક્ત નર્સરી ઊગાડી શકાય છે.  


5. ટુ સાઈડ કલર મલ્ચીંગ :

ચેલ્લો/બ્લેક : ચોક્ક્સ પ્રકારના કીટકોને આકર્ષે છે. આથી તે રોગ સામે રક્ષણ આપે છે.

વ્હાઈટ/બ્લેક : જમીનને ઠંડી રાખે છે.

સિલ્વર/બ્લેક : જમીનને ઠંડી જે જે તથા થ્રીપ્સને દુર કરે છે. 

રેડ બ્લેક : છોડનો વિકાસ સારો થાય છે તથા ફળફૂલ વહેલા આવે છે. સામાન્ય રીતે ટામેટાના પાકમાં વપરાય છે. 


6. ડીગ્રેડેબલ મલ્ચીંગ : 

ફોટો ડીગ્રેડેબલ મલ્ચીંગ : સૂયપ્રિકાશના લીધો અમુક સમય પછી નાશ પામે છે.

બાયો ડીગ્રેડેબલ મલ્ચીંગ : અમુક યોક્ક્સ સમય પછી વાતાવરણની અસરને કારણે નાશ પામે છે અને જમીનમાં ભળી જાય છે.