તલ પાકનાં બૈઢા પીળા દેખાય અને પાન પીળા થઈને ખરી જાય ત્યારે તલની કાપણી કરવી. જો તલની કાપણી મોડી કરવામાં આવે તો તલના બૈઢાઓ ફાટી જવાથી તલ ખરી જવાના લીધે ઉત્પાદનમાં ધટાડો જોવા મળે છે. તલના ઉત્પાદનમાં આ ઘટાડો લગભગ ૩૦ % ની આસપાસ હોય છે, માટે તલની કાપણી સમયસર અને સવારના પહોરમાં કરવી જોઈએ. કાપણી બાદ તલના નાના પુળા વાળી ઉભડા કરવા ઉભડા સુકાઈ ગયા બાદ પુળાઓને બુંગણમાં ઉંધા કરી ખંખેરવામાં આવે છે.
Social Plugin