આ જીવાતનો ઉપદ્રવ ઓછો રહે તે માટે ટામેટી આંતરપાક તરીકે રોપવી. * પિંજરપાક તરીકે રાયડા અને અસાળીયાનું વાવેતર કરી શકાય. * જીવાતની હાજરી જાણવા ફેરોમોન ટ્રેપ હેક્ટર દીઠ ૧૦ ની સંખ્યામાં ગોઠવવા. * વધુ ઉપદ્રવ જણાય તો ફેનવાલેરેટ ૨૦ ઇસી ૮ મિ.લી. અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી ૬ મિ.લી. અથવા ક્લોરફેનપાયર ૧૦ એસસી ૧૫ મિ.લી. અથવા સાયાન્ટ્રાનિલીપ્રોલ ૧૦ ઓડી ૬ મિ.લી. અથવા ડાયફેન્થૂરોન ૫૦ ડબલ્યૂપી ૧૫ ગ્રામ અથવા એમામેક્ટિન બેન્ઝોએટ પ એસજી ૬ ગ્રામ અથવા ફીપ્રોનીલ પ એસસી ૩૦ મિ.લી. અથવા ફ્લૂબેન્ડીએમાઇડ ૨૦ વેગ્રે ૨ ગ્રામ અથવા સાયપરમેથ્રિન ૧૦ ઈસી ૧૫ મિ.લી. અથવા ઇન્ડોકઝાકાર્બ ૧૫.૮ ઈસી ૧૫ મિ.લી. અથવા થાયોડીકાર્બ ૭૫ ડબલ્યૂપી ૧૫ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. * વનસ્પતિજન્ય કે રાસાયણિક કીટનાશકના મિશ્રણ સાથે કપડા ધોવાનો પાઉડર ૧૫ ગ્રામ ૧૫ લિટર પ્રવાહી મિશ્રણમાં ઉમેરવાથી અસરકારકતા વધારી શકાય.
Social Plugin