- જમીનની તંદુરસ્તી જાળવવા લીલો પડવાશ કરો. લીલા પડવાશના ફાયદાઃ 
 ૧. જમીનનું ભૌતિક બંધારણ સુધરે છે. ભારે કાળી જમીન પોચી અને ભરભરી બને છે. જેથી તેની નિતાર શકિત વધે છે. જયારે રેેતાળ અને ગોરાડુ જમીનનું બંધારણ સુધરે છે. જેથી તેની ભેજ સંગ્રહશક્તિ વધે છે અને ધોવાણ ઘટે છે. 
૨. જમીનમાં સેન્દ્રિય તત્વોનો ઉમેરો થવાથી જમીનમાં રહેલ ઉપયોગી સુક્ષ્મ જીવાણુઓ સક્રિય બને છે. જેથી જમીનની ફળદ્રુપતા વધે છે. 
૩. લીલા પડવાશ માટે ઉગાડવામાં આવેલ પાક, જમીનમાંથી ઉંડેથી પોષક તત્વો ઉપયોગમાં લઈ જમીનનાઉપલા થરમાં તે તત્વો પાછા જમા કરે છે. 
૪. લીલો પડવાશ જમીનમાં દાબી દેવાથી જમીનમાં પોષક તત્વોનો ઉમેરો થાય છે. 
૫. લીલા પડવાશ તરીકે કઠોળ વર્ગના પાક લેવામાં આવતા હોવાથી હવામાંનો નાઇટ્રોજન મૂળ દ્વારા જમીનમાં ઉમેરાય છે. 
૬. ઈક્કડ ખારી જમીનમાં જમીન સુધારકનું કામ કરે છે. કારણ કે તેમાં કેલ્શીયમનું પ્રમાણ સારું હોય છે અને વધુ ભાસ્મિકતા સહન કરી શકે છે. 
૭. લીલા પડવાશના કારણે ફોસ્ફરસ, પોટાશ, કેલ્શિયમ, લોહ વગેરે પોષક તત્વો લભ્ય સ્વરૂપમાં ફેરવાય છે. 
૮. લીલા પડવાશના પાકોની વૃદ્ધિ ઝડપી હોવાથી નીંદામણના પ્રશ્નો ઘટે છે.