જુદા જુદા અખતરાઓમાં લોહ તત્વ રોગ નિયંત્રણ માટે અગત્યનું સાબિત થયેલ છે, પણ રોગકારકોને લોહ તત્વની વધુ જરૂરિયાત રહેતી હોય છે. આથી ઘણીવાર ઊભા પાક અને જમીનજન્ય રોગકારકો વચ્ચે લોહ તત્વ માટે ખેંચતાણ થાય છે. બીજા તત્વોની સરખામણીમાં લોહ તત્વની અસર રોગ નિયંત્રણ માટે વિરુદ્ધ  છે. સંશોધનના પરિણામો દર્શ[વિ છે કે સુલભ્ય લોહની માત્રા જમીનમાં વધે અથવા તો છોડ દ્વારા તેનું શોષણ થાય તો ફૃગજન્ય રોગોનું પ્રમાણ વધે છે. (ટામેટામાં લોહ તત્વની વધુ માત્રાને કારણે સૂકારાનો રોગ વધારે જોવા મળ્યો કારણ કે, આ કિસ્સામાં લોહ તત્વ દ્વારા ફૂગના રોગકારકોને સ્ફરણમાં વધારો કરવામાં મદદ કરી છે. લોહ તત્વની પૂર્તિથી ઘઉં અને જવમાં મૂળનો રોગ વધારે જોવા મળ્યો હતો.) સામાન્ય રીતે સૃક્ષ્મતત્વો જેવા કે લોહ, જસત, તાંબુ અને મેગેનીઝ પારસ્પરિક સંબંધ ધરાવે છે. ઘણા છોડમાં લોહ : મેંગેનીઝનું પ્રમાણ ન જળવાય તો અવળી અસર પેદા થાય છે. છંટકાવ દ્વારા લોહ તત્વની પૂર્તિ કરવાથી ઘણા અગત્યના પાકોમાં રોગ નિયંત્રણ જોવા મળેલ છે