પાંદડાં  ખાઈ શકાય છે એ તો આપણે સૌ કોઈ જાણીએ છીએ. તૃણાહારી પ્રાણી-પશુ પાંદડાં ખાઈને જ પેટ ભરે છે અને આપણે માણસ જાત પણ ખોરાકમાં પાંદડાંનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ. ગૌચરની જમીન દૂધાળા પશુઓ માટે જ છે. એ જમીનની હદને ઓળંગીને પાલતુ પશુઓ ખેતરમાં પહોંચી જાય તો ખેતરમાં ઉભા મોલ ઓહિયા કરી જાય. ઘાસના તણખલા જેવડા પાંદડાંથી માંડીને છ કુટ ઊંચી મકાઈના પાંદડાં પશુઓનો ખોરાક છે તો એજ રીતે શાકાહારી મનુષ્યો માટૅનો ખોરાક પાંદડાં, કંદમૂળ, શાકભાજી અને કૃળફળાદિ છે. ભાજી પાલોતો નર્યા પાંદડાં જ છે પરંતુ યાદ આવે છે કે વૈજ્ઞાનિક રીતે કોબીજ તો સંપૂર્ણ પાંદડાંનો જ સમુહ છે. કોબીજને થડ, ડાળ, પુષ્પ કે ફળ જેવું કશું હોતુંનથી માત્રપાંદડાં અને પાંદડાં.