સંશોધનના પરિણામો સૂચવે છે, કે જસતથી છોડમાં રોગ સામે લડવાની શક્તિમાં વધારો થાય છે. કેટલીક ફગનાશકોમાં જસત સક્રિય તત્વ તરીકે ઉપયોગમાં લેવાય છે, કે જે રોગકારકો ઉપર ઝેરી અસર પેદા કરે છે. સંશોધનના પરિણામો એ પણ દશવિ છે કે જસતની ઊણપવાળી જમીનમાં રોગ ફેલાવતા રોગકારકોની સંખ્યા અને વૃદ્ધિ વધારે હોય છે. જસતની પૂર્તિથી સૂકારો ફેલાવતી ફૂગ (ફ્યૂઝેરીયમ) નિયંત્રણમાં આવે છે.

જસતની હાજરીથી કોષની દીવાલમાંથી આવશ્યક તત્વો અથવા રસાયણો બહાર નીકળી જતા નથી પરંતુ જસતની ઊણપથી કોષની અંદર વણવપરાયેલ શર્કરા  જમા થાય છે. ઘણીવાર જસતની ઓછી માત્રાને કારણે પાનના ઉપરના ભાગમાં શર્કરા  જોવા મળે છે. આ શર્કરાને કારણે પાન ઉપર ફૂગ તથા બેક્ટેરિયાને વૃદ્ધિ માટે સાનુકૂળતા મળે છે. આથી જસતની પૂર્તિથી રોગનું નિયંત્રણ મહદઅંશે કરી શકાય છે.