છોડમાં રહેલ મોટાભાગના સૃક્ષ્મતત્વો જેવા કે લોહ અને મેંગેનીઝ નું લીગ્નીનમાં બહુલક (polymerization) થતું અટકાવે છે, જેને કારણે છોડ ઉપર હાનિકારક જીવાણુઓના આક્રમણ દરમ્યાન છોડની અંદર રહેલ આ સૂક્ષ્મતત્વોની માત્રા ખૂબ જ અસર કરે છે. આ પ્રક્રિયા દરમ્યાન સૂક્ષ્મતત્વો હાનિકારક જીવાણુઓની સામે સૈનિક તરીકે કામ કરી અવરોધકતા પેદા કરે છે. જુદા જુદા સૂક્ષ્મતત્વો પૈકી, જસત અને બોરોન વાનસ્પતિક કોષના બહારના પડની સ્થિરતા જાળવવાનું કાર્ય કરે છે અને આ રીતે કોષની અંદરની પ્રક્રિયાઓ ઉપર અસર થવા દેતા નથી. પરંતુ જો આ બંને સૂક્ષ્મતત્વોની છોડમાં ઊણપ વર્તાય તો તેના કારણે કોષના બહારના પડની સ્થિરતા ઘટે છે અને કોષને નુક્સાન કરે છે. ઝેરી તથા હાનિકારક એવા ઓક્સિજન રેડીકલ સામે જસત અને બોરોન તત્વો છોડમાં પ્રતિકારકશક્તિ પેદા કરે છે.
Social Plugin