ચીમળાઈ ગયેલી ડૂંખોને ઇયળ સહીત તોડી નાશ કરવો. * ઉપદ્રવિત ફળોનો વીણીને નાશ કરવો. ફેરરોપણીના એક મહિના બાદ ૪૦ ફેરોમોન ટ્રેપ/હે. સામૂહિક ધોરણે મૂકવા. * ઉપદ્રવની શરુઆતમાં બેસીલસ થુરીન્જીન્સીસનો પાઉડર ૩૦ ગ્રામ અથવા બ્યૂવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર ૬૦ ગ્રામ ઉમેરી છોડ પલળે તે રીતે છંટકાવ કરવો. * વધુ ઉપદ્રવ જણાય ત્યારે ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૩૦ મિ.લી. અથવા એમામેક્ટિન બેન્ઝોએટ પ એસજી ૬ ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી ૬ મિ.લી. અથવા સાયપરમેથ્રીન ૧૦ ઇસી ૩૦ મિ.લી. અથવા ડેલ્ટામેથ્રીન ૨.૮ ઇસી ૧૫ મે.લી. અથવા ફેનવાલેરેટ ૨૦ ઇસી ૧૫ મિ.લી. અથવા લેમડાસાયહેલોથ્રીન પ ઇસી ૮ મિ.લી. અથવા પાયરીપ્રોક્ષીફેન ૫% + ફેનપ્રોપેથ્રીન ૧૫% ઇસી ૧૫ મિ.લી. અથવા થાયાક્લોપ્રીડ ૨૧.૭ એસસી ૪૫ મે.લી. અથવા ફેનપ્રોપેશ્રીન ૩૦ ઇસી ૬ મિ.લી. અથવા થાયોડીકાર્બ ૭૫ ડબલ્યૂપી ૩૦ ગ્રામ અથવા બીટાસાયફ્લુથ્રીન ૮.૪૯% + ઈમીડાક્લોપ્રીડ ૧૯.૮૧% ઓડી ૮ મિ.લી. ૧૫ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
Social Plugin