પાલકની ભાજી માનવી માટે કુદરતની અમૂલ્ય લાભપ્રદ ભેટ છે. ઉત્તરપ્રદેશ અને પંજાબમાં પાલકની ભાજીનું વિશેષ ચલણ છે. ત્યાંના લોકો પાલક-પનીર, પાલક-વટાણા, પાલક-બટાટા, પાલક-ટામેટા અને એકલી પાલકની ભાજી બનાવી તેનો ખૂબ છૂટથી ઉપયોગ કરે છે. તેની ભાજી ખૂબ ગુણકારી હોઈ તેનો વિશેષ ઉપયોગ કરવાની જરૂર છે.

પાલકની ભાજી એ વિટામિન સી થી સમૃદ્ધ છે. તેમાં રહેલા અનેક એન્ટિઆક્સિડેન્ટસ અને બીટા કેરોટીનને કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. બ્રોકોલીની માફક તેનો ઉપયોગ ખોરાકમાં એવી રીતે કરવો કે જેથી તેમાંના પોષકતત્ત્વો નાશ ન પામે. તેમાં રહેલ વિટામિન એ અને ઓક્ઝેલિક એસિડમાંથી અન્ય પોષકતત્વો છૂટા પડી શરીરને મળે છે. આયુર્વેદની દ્રષ્ટિએ પાલક સ્વાદે મધુર-તીખી છે