-
ટીટોડીના પગની રચના
ટીટોડીબાઈના પગમાં હોય માત્ર ત્રણ જ આંગળા અને એય પાછા ત્રણે ત્રણ આગળના જ ભાગે પાછળ એકપણ નહીં ! તેથી ઝાડ પર કેવી રીતે બેસાય ? એને જમીન પર જ ટહેલી શકવાનું આપણા ખેડૂતોના લાભમાં આપ્યુ છે. એ જમીન પર જ ફરતી રહે અને નુકશાનકારક કીટકોને વીણતી રહે ! તમે સમય મળ્યેથી નિરાંતે નિરખજો ! ચાર પાંચ ડગલાં ઝડપથી ચાલી, છાતી-ડોક નીચા કરી, જમીન પરથી વનસ્પતિના કણ, અનાજના દાણાં અને જીણાં જીવડાં દિવસે તો ઠીક રાત્રે પણ વીણ્યા કરતી જ ભળાશે. સ્વભાવ એવો છે કે જરીક ખલેલ પડી ? “ટી...ટી...વટ્ટ - કરતી..ઉડે.... તે પાછી ઉતરે ત્યારેય પાંચસાત ડગલાં હાલતા-હાલતા ભર્યા પછી જ અટકે એના આ ખાસ પ્રકારના અવાજથી ખેતર - વાડી - વગડા કહોને ગ્રામ પ્રદેશને જ જાગતો રાખવાનો એનો સ્વભાવ છે. રાત્રે કોઈ રૈઢિયાર ઢોર કે કાવરુ માણહ આવે તો એની ખબર ચોકીદારને આપી દે.
Social Plugin