વિશ્વમાં પાણી બાદ 'ચા'નો વપરાશ બીજા ક્રમે છે. દુનિયામાં અંદાજે ૭૮ ટકા બ્લેક ટી અને ૨૦ ટકા ગ્રીન ટી વપરાશમાં લેવાય છે. તે ચીન અને ભારતની વતની છે, કે જયાં સદીઓથી તેનો વપરાશ તંદુરસ્તી માટે થતો હતો. હાલમાં યુએસમાં પણ તેનો વપરાશ થવા માંડયો છે. ગ્રીનટીઅનેબ્લેક્ટીનેએક જાતના એન્ટિઓક્સિડન્ટ ફલેવોનોઈડસ સાથે પેક કરવામાં આવે છે. તેમાં રહેલ બીજુ શક્તિશાળી એન્ટીઓકિસદન્ટ એપિગેલોકેટેચીન ગેલેટ (EGCG) રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. બ્લેક ટીમાં રહેલ ઈજીસીજી આથવણની ક્રિયાથી નાશ પામે છે, જયારે ગ્રીન ટીમાં વરાળથી તે જળવાય છે. ગ્રીન ટીએ એલ-થીયાનાઈનનો સારો સ્રોત છે. તે ટી-સેલમાં રોગકારકો સામે લડવા માટેના રસાયણો પેદા કરવામાં મદદ કરે છે.