- પક્ષીના પગની વિશિષ્ટતા આપણને સહેજે એક પ્રશ્ર થાય કે ટીટોડી એક જાતનું પંખી હોવા છતાં બીજા પંખીઓની જેમ એને કદી ઝાડ પર બેઠેલી કેમ નહીં ભાળતા હોઈએ ? પ્રશ્ર સાચો છે. ટીટોડી કદી ઝાડ પર નથી બેસતી. તમે જોજો ! ડાળીને પકડી રાખે એવા પગ-પંજા કુદરતે એને નથી આપેલા. ઝાડવામાં વસનારાં કોયલ, લક્કડખોદ, પોપટ જેવા પંખીઓને ડાળી પકડીને લાંબો સમય બેસવાનું હોય એટલે એના પગમાં આંગળા ચાર, બે આગળને બે પાછળ. તો કાગડા, ચકલાં, સુધરી, લેલાં જે જમીન પર કૂદકા મારીને હાલતા ભળાય છે તે બધાને આગળ ત્રણ અને પાછળ ! એવી ગોઠવણ કરેલી હોય છે. જયારે હોલા, ફૂકડા, તેતર, મોર જેવા ખણખોદ કરનારાના નહોર બનાવ્યા મજબૂત એણે તો ખોરાકી શોધ માટે જમીન ખોદવી ખોતરવી પડે ને ! જયારે બગલા જેવાના પગ-ચાંચની લંબાઈ જ વધારી દીધી કુદરતે પાણીમાં ઉભવું અને શિકાર પડવો બન્ને તોજ ફાવે ને ! અને પાણી ઉપર તરતાં હંસ-બતક જેવાના પગના આંગળા પાતળી ચામડીથી સાંધીને પાણી કાપવાના પહોળા હલેસા બનાવી દીધા છે !
Social Plugin