મશરૂમ ઉગાડવા માટે ઘઉં કે ડાંગરનાં પરાળના ૩ થી ૫ સે.મી.નાં ટુક્ડા કરવા. થ્રેસરમાંથી નીકળેલ ઘઉંનું પરાળ વધારે અનુકૂળ છે
સૌ પ્રથમ પરાળનું નિર્જીવીકરણ કરવા માટે ૧૦ થી ૧૨ કલાક ૫% હાઈડ ફોર્માલ્ડિહાઇડ ૦.૦૧% કારબેંડિઝ્મના દ્રાવણમાં પલાળી રાખવું, ત્યાર બાદ આ દ્રાવણમાંથી પરાળને કાઢી સાદા તાજા પાણીમાં વારાફરતી ત્રણ વાર પલાળી કાઢી વધારાનું પાણી નીતરી જવા દેવું. આ રીતે તૈયાર કરેલ પરાળમાં ૬૦-૭૦ ટકા સુધી ભેજ રહે ત્યારે તેને ૩૫ સે.મી. x ૫૦ સે.મી. માપની પ્લાસ્ટિકની કોથળીમાં પ થી ૬ ક્લો પ્રમાણે ભરવું, કોથળીમાં પરાળ ભરતા પહેલા કોથળીને નીચેથી ભેગી કરી પ્લાસ્ટિકની દોરીથી બાંધી દેવી. ત્યાર બાદ આ કોથળીને ઉલટાવી દેવી જેથી નીચેની બાજુએ પરાળ ભરતા ગોળ આકાર મળશે. પરંતુ આ પરાળ ભરતી વખતે ૫ થી ૮ સે.મી.નાં થર પછી દરેક વખતે પરાળના ૩ ટકા પ્રમાણે (૧૦ ક્લો પરાળ દીઠ ૩૦૦ ગ્રામ) બિયારણ ભભરાવતા રહેવું, ખાસ કરીને કોથળીની કિનારીએ વધારે બિયારણ નાખવું અને વસ્ચેની બાજુએ ઓછું અને હલકું દબાણ આપતાં રહેવું. આવી રીતે કોથળી ૬૦ થી ૭૦% સુધી ભરાઈ. જાય એટલે તેનું મોઢિયું ચુસ્ત રીતે બાંધી દેવું અને ચારેય બાજુથી ટાંકણીથી ૨૦ થી રપ જેટલા ઝીણા કાણા પાડવા જેથી હવાની અવરજવર થઈ શકે.આમ તૈયાર કરેલ કોથળીઓને લાકડાના ઘોડા ઉપર ગોઠવીને આશરે ૧૫ દિવસ સુધી ૨૦૦ થી ૩૦૦ સે. તાપમાને ૭૫ થી ૮૦ ટકા ભેજવાળી જગ્યામાં રાખવા.આમ ૧૫-૨૦ દિવસમાં પરાળ મશરૂમ ફૂગના સફેદ તાંતણાથી (માયસેલિયમ) સંપૂર્ણ રીતે છવાઈ જશે. ' ત્યારબાદ સાચવીને ધારદાર ચપુથી પ્લાસ્ટિકની કોથળી ખોલી નાખીને પરાળનો જથ્થો ખુલ્લો કરવો.આમ કરવાથી કુલ ચાર પાંચ દિવસમાં ટાંકણીનાં માથા જેવા મશરૂમ નીકળવા લાગશે અને એક અઠવાડિયામાં કાપવાલાયક મશરૂમ તૈયાર થશે. જેને કાપણી કરીને વેચી શકાય છે. જરૂર જણાય ત્યારે પાણીનાં ઝીણા ફુવારાથી આછો છંટકાવ કરવો.
Social Plugin