કેળામાંથી બનતી વિવિધ મુખ્ય મોસેસ્ડ પ્રોડક્ટ કેળાનો જામ, કેળાની જેલી, કેળાનો સોસ વગેરે બનાવી મૂલ્યવર્ધન કરી શકાય છે. કેળાની છાલમાંથી તેનો લોટ બનાવી પાસ્તા, નુડલ વગેરેમાં ઉમેરી મૂલ્યવર્ધિત બનાવટ બનાવી શકાય છે. આ ઉપરાંત કેળાના છાલના લોટમાંથી કેટલ ફીડ પ્રોડક્ટ્સ પણ બનાવી શકાય છે. કેળા ઉતાર્યા બાદ કેળનાં છોડમાંથી પણ અનેક પ્રકારની મૂલ્યવર્ધિત પ્રોડક્ટ્સ બનાવી શકાય છે. જેમ કે, જ્યુટ બ્લેન્ડેડ યાર્ન, વુવન અને નોન વુવન ફેબ્રીક્સ, હેન્ડમેઈડ પેપર, ડીસ્પોઝલ પ્લેટ તથા અન્ય સ્ટેશનરી પ્રોડક્ટ્સ વગેરે.કેળ અથવા કેળામાંથી બનતી વિવિધ પ્રોસેસ્ડ પ્રોડક્ટ માટે નાના ગુૃહઉધોગથી લઈને મોટા ઉધોગ સ્થાપી મૂલ્યવર્ધન સાથે-સાથે રોજગારીની તકો પણ વધારી શકાય છે. માર્કેટ અને જરૂરિયાતને ધ્યાને લઈને આવા નાના-મોટા એકમો તેની નિધરિીત ક્ષમતા સાથે સ્થાપી શકાય છે.