પાકા કેળામાંથી જ્યારે તેનો પાવડર બનાવવો હોય ત્યારે તેની રીત અલગ પડે છે. આ માટે સંપૂર્ણ રીતે પાકા કેળા લઈ તેનું પીલીંગ કરી (છાલ ઉતારી) પ્રથમ યોગ્ય મશીન દ્વારા તેનો પલ્પ બનાવવામાં આવે છે. પલ્પનો ક્લર જળવાઈ રહે તથા તેમાં એન્ઝાયમેટીક બ્રાઉનિંગ થતું અટકે તે માટે એફ્એસએસઆઈ (FSSAI)નાં ધારાધોરણ મુજબ યોગ્ય પ્રિઝર્વેટીવ ઉમેરવામાં આવે છે. ત્યાર બાદ પલ્પની સ્પ્રેડ્રાયર અથવા ડ્રમ ડ્રાયર દ્વારા સૂકવણી કરવામાં આવે છે. ડ્રમ ડ્રાયરમાં સુકાયા બાદ તેનુ યોગ્ય ગ્રાઈન્ડિંગ કરી તેનું યોગ્ય પેકેજિંગ કરી સ્ટોરઅથવા માકકેટિંગ કરવામાં આવે છે.

આવી રીતે બંને પદ્ધતિથી તૈયાર થયેલ કેળાનાં પાવડરને સામાન્ય તાપમાને ૧ વર્ષ સુધી સંગ્રહી શકાય છે. કાચા અથવા પાકા કેળામાંથી આ રીતે મૂલ્યવર્ધન પાવડર બનાવવામાં આવે છે. આ પાવડરનું ફરીથી મૂલ્યવર્ધન પણ થઈ શકે છે. આ માટે પાવડરને બેકરીની વિવિધ આઈટમો બનાવવા ઘઉંનાં લોટ સાથે મિક્ષ કરવામાં આવે છે, જેથી બેકરીની આવી પ્રોડક્ટ્સની ગુણવત્તા અને ન્યુટ્રીશનમાં વધારો થઈ અલગ પ્રકારનો સ્વાદ પણ આપે છે. આ સિવાય ડો-નટ્સ, પેનકેક, આયુર્વેદની અનેક ફોર્મુલામાં તેમજ બેબીફૂડ તૈયાર કરવામાં કેળાનાં પાવડરનો ઉપયોગ થાય છે.