કાચા કેળામાંથી પાવડર બનાવવા માટે પરિપક્વ લીલા કલરનાં કેળા લઈ તેને બંચથી અલગ કરી નિર્ધારિત માત્રાવાળા ક્લોરીનવાળા પાણીથી ધોવામાં આવે છે. ત્યાર બાદ બ્લાઉન્સીંગ કરી ઉપરની છાલ દુર કરવામાં આવે છે. જેને પીલીંગ કહેવામાં આવે છે પીલીંગ થયા બાદ યોગ્ય પ્રકારનાં સ્લાઈસર મશીન અથવા હૈન્ડ ઓપરેટેડ સ્લાઈસર ગેજેટ વડે યોગ્ય સાઈઝની સ્લાઈસીસ પાડવામાં આવે છે. આવી રીતે તૈયાર થયેલ સ્લાઈસીસને ટ્રે ડ્રાયર અથવા બેલ્ટ ડ્રાયર દ્વારા તેમાં યોગ્ય ભેજનું પ્રમાણ રહે ત્યાં સુધી સુકવણી કરી, ગ્રાઈન્ડિંગ કરી તેનો પાવડર બનાવી યોગ્ય પેકેજિંગ કરી માર્કેટિંગ અથવા સ્ટોર કરવામાં આવે છે.