કાચા કેળામાંથી પાવડર બનાવવા માટે આગળબતાવેલ વેફ્ર પ્રોસેસની જેમ જ પરિપક્વ લીલા કલરનાં કેળા લઈ તેને બંચથી અલગ કરી નિધરિીત માત્રાવાળા ક્લોરીનવાળા પાણીથી ઘોવામાં આવે છે. ત્યાર બાદ બ્લાન્સીંગ કરી ઉપરની છાલ દૂર કરવામાં આવે છે, જેને પીલીંગ કહેવામાં આવે છે. પીલીંગ થયા બાદ યોગ્ય પ્રકારનાં સ્લાઈસર મશીન અથવા હેન્ડ ઓપરેટેડ સ્લાઈસર ગેજૅટ વડે યોગ્ય સાઈઝની સ્લાઈસીસ પાડવામાં આવે છે. આવી રીતે તૈયાર થયેલ સ્લાઈસીસને ટ્રે ડ્ડાયર અથવા બેલ્ટ ડાયર દ્વારા તેમાંયોગ્ય ભેજનું પ્રમાણ રહે ત્યાં સુધી સુકવણી કરી, ગ્રાઈન્ડિંગ કરી તેનો પાવડર બનાવી યોગ્ય પેકેજિંગ કરી માર્કેટિંગ અથવા સ્ટોર કરવામાં આવે છે.