- ખેતરમાં ઉગાડેલ પાકોનું મુખ્ય ઉત્પાદન લીદા બાદ દર વર્ષે વિપુલ પ્રમાણમાં પાકની ગૌણ પેદાશ મળી રહે છે. ખેડૂતો બીજા પાક માટે જમીનની તૈયાર કરતી વખતે મોટા ભાગે આવા પાક અવશેષોને ખેતરમાંથી દૂર કરે છે અને બાળી નાખે છે, જે વેજ્ઞાનિક દૃષ્ટિએ બરાબર નથી. આવી આડપેદાશોને જમીનમાં સારી રીતે દબાવીને અથવા તેમાંથી કમ્પોસ્ટ જેવા ખાતરો બનાવીને કાર્યક્ષમ ઉપયોગ કરી શકાય ઝજાછેઃ જમીનમાં રહેલા ફાયદાકારક સૂક્ષ્મ જીવાણુઓની ક્રિયાશીલતા વધારવા અને છોડના વિકાસ માટે જરૂરી પોષક તત્ત્વોના સમતોલન માટે જમીનમાં સેન્દ્રિય તત્ત્વ વધારવામાં પાકના અવશેષો મહત્ત્વનો ભાગ ભજવી શકે તેમ છે. આવા પાકના અવશેષો ઉપલબ્ધ થઈ શકે છે જેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તેમાંથી નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ તત્ત્વો મળી શકે તેમ છે.