ગળતિયું ખાતર તૈયાર કરવા માટે ખેતરનો કચરો, શાકભાજીનો કચરો, ઢોરનું છાણ-પેશાબવાળી માટી, - રાખ, છોડના પાંદડા, લીલો ક્ચરો, સકું ઘાસ, લીલો પડવાશ, ક્પાસ, એરંડા, તુવેર, તલની સાંઠી, જ કંઈ વસ્તુ ખેતરમાંથી ઉપલબ્ધ થાય છે તેનો ઈન્દોર પદ્ધતિ, બેંગ્લોર પદ્ધતિ અથવા નેડેપ પદ્ધતિ અથવા વર્મી કમ્પોસ્ટ પદ્ધતિ વગેરેમાંથી અનુકુળ પદ્ધતિ પસંદ કરી ગળતીયું ખાતર તૈયાર કરી પાકને આપવું જોઈએ આ ઉપરાંત છાણિયું ખાતર કે જે પ્રાણીઓના ખાધા પછી રહી ગયેલ ઘાસ તેનું છાણ અને મળમૂત્રમાંથી બનેલું હોય તે ઉચ્ચકોટીનું બનાવવા માટે અને તેમાંથી પોષક તત્ત્વોનો નાશ થતો અટકાવવા વૈજ્ઞાનિક પદ્ધતિનો અમલ કરી, છાણિયું ખાતર તૈયાર કરી પાકને આપવું