કેબિનેટ કદની અને તેથી મોટા કદની એમ બે પ્રકારની આવે છે. કેબિનેટ કદના ડ્રાયરને હેરવી-ફેરવી શકાય છે. મોટી ક્ષમતાનું ટનલ ડ્રાયર સ્થાયી હોય છે. પારદર્શક આવરણ વડે ઢંકાયેલ ટનલ ડ્રાયર વડે મોટા જથ્થામાં અનાજ અને ફ્ળફળાદિની સીધી સુકવણી કરી શકાય છે. સૌર સુકવણી કરવાથી અનાજ અને ફળો ઓછા વેડફાય છે. તેમને કચરા જીવાતથી રક્ષણ મળે છે અને ઊર્જાની ઘણી બચત થાય છે. સુકવણીની ગુણવત્તા પણ ઊંચી રહે છે. ક્યા પદાર્થની સુકવણી કરવાની છે તેના આધારે સોલર ડ્રાયરની ડિઝાઈન નક્કી કરવામાં આવે  છે.