એવોકડો એ દક્ષિણ મધ્ય મેક્સિકોનું વતની છે. તેના વૃક્ષોનું અમેરિકા, આફ્રિકા ઉપરાંત ઉષ્ણ  ક્ટીંબંધના વિવિધ દેશોના બગીચાઓમાં વાવેતર થાય છે. તેના ફળનો ગર માખણ જેવો પોચો હોય છે. તે ઊંચુ પોષણ મૂલ્ય ધરાવતું ફળ છે. તે ૨૦ જેટલા વિટામિનો અને ખનીજતત્વો ધરાવે છે. તેમાં કેળા કરતાં વધુ પોટેશિયમ રહેલું છે. તે લોહીનું દબાણ અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડે છે કે જે હાર્ટ એટેક, સ્ટ્રોક અને કિડનીના ફેલ્યોર માટે જવાબદાર છે. નિયમિત રૂપે તેના ફળો ખોરાકમાં લેતી વ્યક્તિઓને તેમાંથી સારા પોષકતત્વો મળતા તેઓની તંદુરસ્તી સારી રહે છે. એવોકડોમાં રહેલ એન્ટિઓક્સિડેન્ટસ આંખોની તંદુરસ્તી જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. વાના દર્દીને તેના ફળોના ઉપયોગથી રાહત થાય છે. તેના ફળોમાં ઓછો કાર્બોહાઈડ્રેટસ અને રેસાનું પ્રમાણ વધુ હોઈ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.