ડ્રેગનફ્રટને હિન્દીમાં “પિતાયા' કહે છે. તે મેક્સિકો, મધ્ય અમેરિકા અને દક્ષિણ અમેરિકાનું વતની છે. તે મ્યાનમાર, શ્રીલંકા, મલાયા, આફ્રિકા અને ભારત દેશમાં થાય છે. વિશ્વમાં ડ્રેગ્નકૂટ એ સ્વાદિષ્ટ ફળોમાંનું એક ફળ ગણાય છે. તેના ફળો દેખાવે ફણસ જેવા, ૧૫ સે.મી. થી ૨૦ સે.મી. લાંબા, કાંટાળા, અસ્તરવાળા અને ગુલાબી રંગના હોય છે. તેનો ગર ગ્રે રંગનો, સ્વાદ કીવી અને પીપરના વચ્ચેના ફળ જેવો થોડો લહેજતદાર હોય છે. તેનું ૧૭૦ ગ્રામ ફળ, ૧૦૨ કિલો કેલેરી, શૂન્ય ચરબી, ૨ ગ્રામ પ્રોટીન, ર૨ ગ્રામ કાર્બોડાઈડ્રેટસ, પ ગ્રામ રેસા, ૧૩ ગ્રામ શર્કરા, ૧૦૦ આઈયુ વિટામિન એ, ૪ મિ.ગ્રા. વિટામિન સી, ૩૧ મિ.ગ્રા. કેલ્શિયમ, ૧ ગ્રામ આયર્ન અને ૬૮ મિ.ગ્રા. મેગ્નેશિયમ ધરાવે છે. તેના ફળોનો ગર સીધો જ ખાઈ શકાય છે તેમજ તેને સલાડમાં, યોગર્ટ સાથે જામ, શરબત વગેરે બનાવીને લઈ શકાય છે. ડ્રેગનફ્રટ એ વિટામિન્સ અને ખનીજતત્વોથી ભરપૂર ઊંચી રસાયણશક્તિ ધરાવતું ફાયદાકારક ફળ છે.