આ રોગમાં સુકારાની શરૂઆત પાનની ટોચ ઉપરથી થાય છે. શરૂઆતમા ટોચ ભૂખરી અને બદામી થઈ સુકાઈ જાય છે જેની ઉપય પાતળી છારી લાગી હોય એમ જણાય છે. સુકારો પાનની બન્ને કિનારી તરફ ચીપિયા આકારે આગળ વધે છે અને પાનનો ૨/3 ભાગ આવરી લે છે સુકાયેલો ભાગ ભૂખરી કે રાખોડી રંગનો ચમકતો દેખાય છે રોગનું પ્રમણ વધુ હોય તો પાન ખરી પડે છે અને ડાળીઓ ખખડી જાય છે આ રોગને ભેજ તેમજ ઝાકળવાળું વાતાવરણ વધુ માફક આવે છે 


નિયંત્રણ :

  • રોગીસ્ટ પાનનો બાળી નાશ કરવો 

  • મેન્ક્રોઝેબ ૭૫ %વેપા (45  ગ્રામ / 15  લીટર પાણી ) અથવા કર્બેન્ડાઝીમ ૫૦ % વેપા ( 15  ગ્રામ / 15  લીટર પાણી ) અથવા કોપર ઓક્ઝીક્લોરાઈડ ૫૦ % વેપા ( 60  ગ્રામ / 15  લીટર પાણી ) નો છટકવ કરવો