વનસ્પતિનો સ્વભાવ સાધુ- સંતોના જેવો મીતાહારી છે. પણ જ્યારે આપણે એના મોઢામાં લચપચતા કોળિયા દેવા માંડીએ ત્યારે એય શું કરે ? એને જરૂર ન હોય છતાં મૂળના મોઢા પાસે જ પૂરતો ભેજ અને એમાં ઓગળેલ પોષક તત્વોનો ખડકલો ખડકી દઈએ - તો તેપણ આખરે છે તો જીવતો જીવ જ ને ! ખવાય તેટલું ખાઈ લેવાની તેને પણ ઈચ્છા થઈ જાય તે સહજ ઘટના છે. અને પછી એનું ધ્યાન ફાલ બાજુ કેન્દ્રિત થવાને બદલે શરીર તગડું બનાવવામાં વળી જાય તો દોષ ઝાડવાનો કેમ ગણવો કહો !