આ રોગની અસર વર્ષ દરમિયાન કોઈપણ વખતે આંબાના ઝાડના સામાન્ ય દેખાવ ઉપરથી મેળવી શકાય છે. આ રોગમાં આંબાના જૂના વૃક્ષની નાની ડાળીઓ ઉપરથી નીચેની તરફ સુકાતી જોવા મળે છે ત્યારબાદ તમામ પાન ખરી પડે છે. તૃક્ષને જાણે

આગથી સળગાવી દીધું હોય તેવો દેખાવ આપે છે. કુમળી ડાળીઓ ઉપર ટોચની નજીકથી છાલનો રંગ બદલાય છે અને છાલ કાળી થતી જોવા મળે છે. જેમાંથી ગુંદર જેવો પદાર્થ બહાર આવી સુકાય જાય છે. ડાળીને ચીરીને જોતાં વચ્ચેનો ભાગ બદામી રંગના પટ્ટાવાળો જોવા મળે છે. રોગયુક્ત ડાળીઓ સંકોચાય જાય છે.



નિયંત્રણ :

  •  કલમો બનાવવા તંદુરસ્ત માતૃછોડ /ડાળીઓનો ઉપયોગ કરવો

  •  નિયમિત પિયત આપવું તેમજ ભલામણ પ્રમાણે છાણિયું ખાતર અને રાસાયણિક ખાતર આપવું

  • ગ્રાફ્ટિગ/બડિંગ માટે વપરાતા ચખુને જંતુરહિત ક્યા બાદ ઉપયોગ કરવો

  •  રોગિષ્ટ ડાળીઓને નીરોના 9૬ સે.મી. ભાગને રહેવા દઈ બાકીના ભાગને કાપી એકત્રિત કરી બાળીને નાશ કરવો અને ત્યારબાદ આ ઝાડ ઉપર કાર્બેન્ડાઝીમ ૫૦% વે.પા. (૧૦ ગ્રામ/૧૦ લિટર પાણી)નો છંટકાવ કરવો.