(૧) વાનસ્પતિક વિકૃતિ : આંબાની ડાળીમાં ટોયના પાન શરૂઆતમાં જાડા, ટૂંકા, દળદાર બને છે અને તેની કુદરતી લાક્ષણિકતા ગુમાવે છે. નાની ડાળીઓ ગુરછામાં ફૂટે છે. પાન પણ નાના અણીદાર એકત્રિત રીતે ગુરછામાં ગોઠવાયેલા હોય છે જે કાંઈક અંશે વિકૃત બની જાય છે. આ વિકૃતિ નાના છોડમાં (નર્સરી અવસ્થામાં) તેમજ નાની ક્લમોમાં (૪ થી ૮ વર્ષ) વધુ જોવા મળે છે. 


(૨) ફૂલની વિકૃતિ : રા વિકૃતિમાં ફૂલો જાડા, ફૂલેલા અને વધારે પ્રમાણમાં ડાળીવાળા પુષ્પવિન્યાસ નીકળે છે. વિકૃત પુષ્મવિન્યાસમાં ફૂલો થોડા વધારે પ્રમાણમાં પરંતુ પરાગરજ પ્રમાણમાં ઘણી ઓછી હોય છે. સારા ફૂલો ઘણા ઓછા હોય છે. વધારે પ્રમાણમાં પાંદડીઓ હોય છે ને પાંદાડા જેવું દેખાય છે. ફળો બેસતા નથી અથવા બેસે તો પણ વટાણાનાં દાણા કરતાં મોટા થતાં નથી. દૂરથી જોતાં ઝાડ ઉપર

ફ્લાવરના દડા જેવો ગુચ્છ જોવા મળે છે. પાનકથીરી દ્વારા રોગકારક ફૂગનો ફેલાવો થાય છે. આ સિવાય રોગિષ્ટ આંબાની ડાળીઓનો કલમ બાંધવામાં ઉપયોગ તેમજ રોગયુક્ત આંબાનો છોડ કે જેનો સ્ટોક તરીકે ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તેનો ફેલાવો થતો હોય છે.


નિયંત્રણ : 


  • રોગિષ્ટ ભાગો અને વિકૃત થયેલ ડાળીઓની છટણી કરી ભેગી કરી બાળીને નાશ કરવો. રોગિષ્ટ ભાગ પાછળનો ૧૫ સે.મી. જેટલો તંદુરસ્ત ભાગ પણ સાથે રાખી છટણી કરવી, તેમજ કાર્બેન્ડાઝીમ ૫૦% વે.પા. (૧૦ ગ્રામ/૧૦ લિટર પાણી)નો છંટકાવ કરવો.

  • આ જ દવાનું (૧૦ ગ્રામ/૧૦ લીટર પાણી) દ્રાવણ બનાવી ઝાડની ઉમરને ધ્યાને લઇ ૧૦  થી ૧૫ લીટર પ્રમાણે થડની ફરતે જમીનમાં રેડવું. 

  • ફક્ત પ્રમાણિત, તંદુરસ્ત, રોગમુક્ત આંબાની કલમોનો નવા વાવેતર માટે ઉપયોગ કરવો. 

  • ફૂલ આવવાની શરૂઆત થાય ત્યારે બાહ્ય લક્ષણો પરથી વિકૃતિ ઓળખી તેના પુષ્પવિન્યાસનો નાશ કરવો.

  • મૂલકાંડ માટે પણ જે ઝાડ આવી વિકૃતિથી મુક્ત હોય તેના જ ગોટલા પસંદ કરવા.

  • ઓક્ટોબર માસનાં પહેલાં અઠવાડિયામાં નેપ્થેલીન એસિટિક એસિડ (એન.એ.એ.) ૨ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં (૨૦૦ પીપીએમ) ઓગાળી છંટકાવ કરવો.

  • વિકૃતિ અને બીજા રોગોથી મુક્ત હોય તેવા તંદુરસ્ત ઝાડને કલમ બનાવવા પસંદ કરવા અને તેની આજુબાજુના ઝાડ પણ રોગમુક્ત રહે તેમ જોવું.

  • કલમો તૈયાર કરતાં અને કેરી ઉત્પન્ન કરતાં ખેડૂતોને આવી વિકૃતિની ઓળખ માટે અને અટકાયતના પૂર્વ ઉપચાર માટે તાલીમ આપવી.

  •  આ રોગ પાનકથીરીથી ફેલાતો હોવાથી તેને કાબૂમાં લેવા યોગ્ય પાક સંરક્ષણ પગલાં લેવા.