ઊભા પાકમાં ઉધઇના ઉપદ્રવ વખતે ફિપ્રોનીલ ૫% એસસી ૧.૬ લિટર અથવા ક્લોરપાયરીફોસ ૨૦% ઈસી ૧.૫ (લિટર ૧૦૦ કિ.ગ્રા.રેતી સાથે બરાબર ભેળવી એક હેક્ટર વિસ્તારમાં પૂંખવી. વરસાદના પાણી સાથે તે જમીનમાં ભળી જશે. પરંતુ જો વરસાદ ખેંચાય તો હળવુ પિયત આપવું અથવા આ કીટનાશક ટીપે-ટીપે પિયત સાથે આપવી