નારંગી લીંબુ વર્ગની એક જાત છે. બિમાર દર્દીઓ અન્તે દરેકની તંદુરસ્તી  સુધારનાર અને વધારનાર છે. ફક્ત એક નારંગી આખા દિવસનો શરીરનો જરૂરી વિટામિન સી નો પૂરવઠો આપી શકે છે. નારંગીમાં વિટામિન સી ઉપરાંત વિટામિન બી-૧, બી-ર, બી-૬ અને ફોલિક એસિડ હોવાથી પેટના જૃના દર્દો માટે ફાયદાકારક છે. અનેક રોગોમાં તેનો રસ લેવો લાભપ્રદ છે. નિસર્ગોપચારકો તેનો ખૂબ ઉપયોગ કરે છે. હૃદયરોગીઓને નારંગીના રસ ઉપર રખાય છે. તાજા જન્મેલા બાળકને એક સપ્તાહમાં જો નારંગીનો રસ અપાય તો તેનામાં રોગપ્રતિકારક શક્તિ પેદા થાય છે. નારંગીના સેવનથી શરીરમાં લોહીની વૃદ્ધિ થાય છે અને વજન પણ વધે છે. લોહીની ફિકાશ દૂર થઈ લોહી લાલ બને છે. દાંત અને હાડકાંની મજબૂતાઈ વધે છે. નારંગી સુપાચ્ય, સ્ફર્તિપ્રદ, રક્તસુધારક, રક્તવર્ધક અને શરીરમાં ઠંડક પહોંચાડી શક્તિ આપે છે.