ચુંબકીય પાણીની ટેકનોલોજી શું છે ? છેલ્લા ૩૦ વર્ષોથી રશિયાના પ્રોફેસર યુરી ટેકચેન્કો અને તેમના વૈજ્ઞાનિકોની ટીમે છોડવા ઉપર ચુંબકીય ક્ષેત્રની અસરોના સંશોધનો સાથે ખેતીને અપાતા વહેતા પિયત પાણીને ચુંબકીય અસર આપી તેની ગુણવત્તામાં સુધારો કરતા પ્રયોગો કરેલ છે. આ પ્રયોગોના પરિણામે હાલમાં તેની ખેતીના ક્ષેત્રે નવા અખતરાઓ કરવામાં આવેલ છે અને તેના પરીક્ષણોની નોંધ રશિયા, એશિયા, યુરોપ આરબ દેશો અને ઓસ્ટ્રેલિયામાં લેવાઈ છે. આ પ્રયોગોમાં ખેતીના પાણીની ગુણવત્તામાં થયેલ બાહ્ય તથા આંતરિક ફરફારો, જેને કારણે પાણી બારીક છીદ્રોમાંથી પસાર થઈ શુદ્ધિકરણ ક્રિયા થાય છે અને ક્ષારોને ઓગાળવાની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયેલ છે.