તો પૃથ્વી પરની સમગ્ર સૃષ્ટિને દઝાડે છે અને શીતાગારમાં પણ પલ્ટી નાખે છે. છતાં આપણને વ્હાલું છે આ વિરાટ આકાશ. કારણ કે તે જીવ માત્રનો આધાર એવા વર્ષાના ફોરાં પણ વરસાવી જાણે છે. ચૈત્ર મહિનાની વદ પાંચમથી દુનિયા તપવાની શરૂઆત થાય અને અમાસ સુધી દુનિયા તપે છે. ત્યાં સુધી ખેડૂત આકાશ અને ધરતી બંને તરફ જોઈ રહેતો હોય છે. દુનિયા કેવાંક તપે છે એ પ્રમાણે વરસાદનું ભાવિ ભખાતું હોય છે. વૈશાખ અને જેઠ મહિનો જમીન ખેડવામાં, સમથળ કરવામાં, ખાતર ભરવામાં પસાર થાય છે ત્યારે પળભરનીયે કુરસત મળે તો “જાણ્યે અજાણ્યે આકાશ તરફ એક નજર અવશ્ય ફેંકાય છે. એકાદ વાર ધોળું રૂ જેવું દેખાય છે કે નહીં ? જેઠ મહિનામાં હડી કાઢતો વાદળાનો સમુહ આકાશના ચોગાનમાં ઉમટી પડે છે.