🍀 ઉપદ્રવની શરૂઆતમાં લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીંબોળીનું તેલ ૭૫ મિલી અથવા લીમડા આધારિત કીટનાશકનો ૧૫ મિલી (૫ ઇસી)થી ૭૦ મિલી (૦.૦૩ ઇસી)૧૫ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. 

🍀વધુ ઉપદ્રવ વખતે ફ્લોનીકામાઈડ ૫૦ ડબલ્યૂજી ૬ ગ્રામ, ડાયફેન્થ્યૂરોન ૫૦ ડબલ્યૂપી ૧૫ ગ્રામ, ડીનોટેફ્યૂરાન ૨૦ એસજી ૧૫ ગ્રામ,એસીફેટ ૫૦% + ઈમિડાક્લોપ્રીડ ૧.૮% એસપી ૧૫ મીલિ, એસીફેટ ૨૫% +  ફેનવાલરેટ ૩% ઈસી ૧૫ મીલિ, ડાયફેન્થ્યૂરોન ૪૭%  + બાયફેન્થ્રીન ૯.૪૦% એસસી ૧૮ મીલિ પૈકી કોઈપણ એક કીટનાશક ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.