🍀 રોગના અસરકારક નિયંત્રણ માટે શરૂઆતમાં રોગિષ્ઠ છોડ દેખાય કે તરત ઉપાડી નાશ કરવો. 

🍀 ભીંડાના બીજને થાયામેથોક્ઝામ (૫ ગ્રામ પ્રતિ ૧ કિ.ગ્રા. બીજ) અથવા ઇમિડાકલોપ્રીડ (૧૦ મીલિ પ્રતિ ૧ કિ.ગ્રા. બીજ) ની માવજત આપ્યા બાદ એસીફેટ ૫૦% વે.પા. + ઇમિડાકલોપ્રીડ ૧.૮% વે.પા. (૦.૦૨૬%) ના ૪૦, ૫૫ અને ૭૦ મા દિવસે ત્રણ છંટકાવ કરવાથી ભીંડાના પીળી નસનો રોગ અને પ્રસારક ‘સફેદમાખી’ નું અસરકારક રીતે નિયંત્રણ કરી શકાય. 

🍀 રોગપ્રતિકારક જાતોનું નવી હાયબ્રીડ વાવેતર કરવું. 

🍀 રોગનો ફેલાવો રોકવા ટોલફેનપાયરાડ ૧૫ ઇસી ૩૦ મીલિ અથવા ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૫ મીલિ ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.