આ જીવાતના નિયંત્રણ માટે સૌ પ્રથમ ૫હેલો સારો વરસાદ થયા ૫છી સંધ્યા સમયે જમીનમાંથી નીકળીને ખેતરના શેઢા-પાળા ૫ર આવેલા બાવળ, બોરડી, સરગવો, લીમડો વગેરે ઝાડના પાન ખાવા આવતા ઢાલિયાને સામૂહિક ધોરણે ઝાડના ડાળા હલાવી નીચે પાડી વીણી લઈ નાશ કરવો.
મિથોક્સી બેન્ઝીન નામનું રસાયણ બજારમાં ઉપલબ્ધ છે, જે આ જીવાતના એગ્રીગેશન એટલે કે બધા પુખ્ત એકઠા કરવાના ફેરોમોન તરીકે કામ કરે છે, તેનો ઉપયોગ કરી ઢાલિયાની વસ્તીને કાબૂમાં રાખી શકાય. તેનો ઉપયોગ કરવા, ૫ X ૫ સે.મી.ના વાદળી (સ્પોંજ)ના ટુકડા કરવા, જેને ૪૫-૫૦ સે.મી. લાંબા લોખંડના પાતળા તારના એક છેડે વચ્ચેથી દાખલ કરી તારની આંટી મારવી અને બીજા છેડે નાનો પથ્થર બાંધવો. આ તૈયાર થયેલ ફેરોમોન ટ્રેપને વચ્ચેથી વાળી ઝાડની ડાળી પર લટકે તેવી ગોઠવણ કરવી. વાદળીના ટુકડા પર ટપકણીયામાંથી ૩ મીલિ જેટલું મિથોક્સી બેન્ઝીન ટીપે ટીપે રેડવું.મિથોક્સી બેન્ઝીનના ટ્રેપ જે ઝાડ પર મૂકવાના હોય તે ઝાડ પર અગાઉ ક્વિનાલફોસ ૨૫ ઇસી ૩૦ મીલિ અથવા ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૧૦ મીલિ ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
આ ઉ૫રાંત ખેતરની ચારે બાજુ આવેલા બાવળ, બોરડી, સરગવો, લીમડો વગેરે ઝાડ ઉપર બરાબર છંટાય તે પ્રમાણે ક્વિનાલફોસ ૨૫ ઇસી 30 મીલિ ૧૫ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
ધૈણના ઢાલિયા રાત્રિના સમયે પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી ઉ૫દ્રવિત વિસ્તારમાં પ્રકાશ પિંજર ગોઠવી તેમાં આકર્ષાયેલ ઢાલિયા કીટકોનો નાશ કરવો.
સામૂહિક ઉપાયોની સાથે સાથે વ્યકિતગત ધોરણે ૫ણ પોતાનો પાક બચાવવા દરેક ખેડૂતે કલોરપાયરીફોસ ર૦ ઈસી અથવા ક્વિનાલફોસ ર૫ ઈસી ર૫ મીલિ પ્રતિ કિ.ગ્રા. પ્રમાણેની બીજ માવજત વાવતાં ૫હેલાં ત્રણ કલાકે આપી છાંયડામાં સૂકવી ૫છી બીજનો વાવેતર માટે ઉ૫યોગ કરવો.
Social Plugin