ગાભમારાની ઈયળનો ઉપદ્રવ મહદ્‌અંશે ઓછો જાેવા મળે તેવી  જાતોની પસંદગી કરવી જાેઇએ. 

આ જીવાતનો ઉપદ્રવ ધરૂવાડિયામાંથી જ શરૂ થઇ જતો હોઇ કાર્બોફયૂરાન ૩ ટકા અથવા કાર્ટેપ હાઈડ્રોક્લોરાઈડ ૪ ટકા દાણાદાર કીટનાશક ૧ કિ.ગ્રા./૧૦૦ ચો.મી. (એક ગૂંઠા)  વિસ્તારમાં પ્રથમ હપ્તો ધરૂ નાખ્યા બાદ પંદર દિવસે  ધરૂવાડીયામાં રેતી સાથે મિશ્ર કરી આપવો. 

ડાંગરની રોપણી વહેલી (જુલાઇના પ્રથમ પખવાડિયામાં)  કરવાથી આ જીવાતનો ઉપદ્રવ ઘટાડી વધુ ઉત્પાદન મેળવી શકાય. 

ડાંગરની ફેરરોપણી વખતે ધરૂના પાનની ટોચો કાપી નાખી રોપણી કરવાથી ગાભમારાની  માદા ફૂદીએ પાનની ટોચ ઉપર મૂકેલ ઇંડાના સમૂહનો નાશ થશે. આમ થતા તેનો ઉપદ્રવ ધરૂવાડિયામાંથી રોપાણ કરેલ ખેતરમાં આગળ વધતો અટકી શકે છે.