🍀બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુનો પાઉડર ૩૦ ગ્રામ અથવા બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
🍀પાનકોરીયાની પુખ્ત માખીને આકર્ષીને મારવા માટે પ્રોફેનોફોસ ૪૦% + સાયપરમેથ્રીન ૪% (૪૪ ઇસી) ૩૦ મીલિ + આથો આવેલ ગોળ ૪ કિ.ગ્રા. + શેરડીનો સરકો ૧૫૦ મીલિ + ૧૫ લિટર પાણી ભેળવી બનાવેલ ઝેરી ખાજમાં નાડાની દોરીનો ૨૦ સે.મી. લાંબો ટુકડો બોળી પ્લાસ્ટિકની બરણીમાં ઢાંકણ નીચે લટકાવવો. બરણી પર મોટા ૫ X ૫ સે.મી.ના ૪ કાણા પાડવા. બરણીમાં પ્લાસ્ટિકના કપમાં ઉગાડેલ ૭ થી ૮ દિવસનો દિવેલા કે ટામેટીનો છોડ રાખવો. આવા ૧૫ થી ૨૦ પિંજર/હે. લગાવવા.
🍀વધુ ઉપદ્રવ વખતે ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૬ મીલિ અથવા એસીફેટ ૭૫ એસપી ૧૫ ગ્રામ અથવા સાયાન્ટ્રાનિલિપ્રોલ ૧૦ ઓડી ૧૫ મીલિ અથવા થાયામેથોકઝામ રપ વેગ્રે ૬ ગ્રામ અથવા ફેનવાલરેટ ૨૦ ઈસી ૮ મીલિ ૧૫ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.
જરૂર જણાય તો ૧૫ દિવસ બાદ કીટનાશક બદલીને બીજાે છંટકાવ કરવો.
Social Plugin