ઉત્પાદકતા વિશે સમજો કે આપણે કોઈ સારી ઉચ્ચ ગુણવત્તાવાળું અને શ્રેષ્ઠ જીનોટાઈપ ધરાવતું બીજ વાવીએ એટલે એમાં ઉપજ દેવાની ભરપુર ક્ષમતા છે પરંતુ આ ક્ષમતા બહાર ક્યારે આવે? જ્યારે આપણી જમીનમાં પૂરતા પોષક તત્વો, જમીનનો ભેજ, જમીનનું તાપમાન અને પાકની અવસ્થા મુજબ જરૂરી ખાતરો આપીયે . આ બધું હવે આપણો મોબાઇલ આપણને કહેશે , એવા એવા પ્રિસીશન ફાર્મિંગના સાધનો આવી રહ્યા છે કે આ સાધનો વાતાવરણનો નાનામાં નાનો બદલાવ તમારા મોબાઈલમાં લાલ સિગ્નલ બતાવે તો તે માટે દોડો કે નહિ? ભારતમાં આવું કાર્ય શરુ કરનાર કંપનીઓ છે ગ્રામોફોન, ક્રોપ ઇન, ફસલ વગેરે પણ આ કંપની આપણી સાથે જોડાય કેવી રીતે? એવો પ્રશ્ન તમને બધાને થતો હશે? બરાબર, તો સાંભળો આ મોડલ આપણને ૪ વાતે મદદ કરે (૧)ફાર્મ વ્યવસ્થાપન માટે તેમનું મોડલ આપણને કઠોર અને અનુકુળ માહિતી સતત આપે. (૨) હવામાનના ફેરફારની જીણામાં જીણી માહિતી દ્વારા તે હવામાન તમે વાવેલા પાકના આવતા દિવસોમાં શું નુકશાન કરશે તે અને તે માટે શું પગલા લેવા તે જણાવે. (૩) તમે વાવેલા પાક માટે મહતમ ઉત્પાદન લેવા માટે ક્યાં ક્યાં ઇનપુટસ નાખવાનો સમય થયો છે તે વખતો વખત જણાવે. (૪)કઈ જીવાત અને ક્યા રોગનો ઉપદ્રવ ટૂંકમાં થવાની સંભાવના છે તેનું આગોતરું સુચન કરી તૈયાર રહેવાની એલર્ટ આપે. વધુ માહિતી માટે ફોન કરો 8319991837