ખેડૂતો આજકાલ ખુબ હોશિયાર બનતા જાય છે આપણે આજકાલ સમજુ બન્યા છીએ , ટેક્નોલોજીને લીધે હવે વેપારીઓના લોભને પણ સમજવા મંડ્યા છીએ કારણકે આપણે અભ્યાસ કરીયે છીએ , એકબીજા સાથે ચર્ચા કરીયે છીએ , વૈજ્ઞાનિકોને પુછિયે છીએ , સારા મોબાઇલ એપ પોતાના મોબાઈલમાં રાખીયે છીએ સમૂહ બનાવીને અથવા એકસાથે મળી જઈએ તો કેવું પરિણામ આવે તેની વાત નોંધો , સુરત વિસ્તારમાં ભીંડાની ખેતી ખુબ થાય છે ત્યાં ટ્રક લોડ હાયબ્રીડ બિયારણ વેચાય છે , લાખો રૂપિયાના બીજ વેચાતા હતા ત્યાં ખેડૂતોએ કેવું કર્યું તે સાંભળો , ત્યાંના બધા ખેડૂતોએ અભ્યાશ કર્યો , ભીંડાના હાયબ્રીડ બીજના ભાવ વિવિધ કંપની વધારતીજ ગઈ અને અમુક કંપનીએ તો ભાવ 5500 પ્રતિ કિલો સુધી વધારી દીધી ? , ખેડૂતો વિચારવા મંડ્યા કે ભીંડામાં કેટલી વીણી મળે ? કેટલી વીણી પછી બીજ ખર્ચ નું વળતર મળે ?કરી બધી ગણતરી ને હિસાબ , ખેડૂતો એ વ્યાજબીભાવે હાઈબ્રીડ બીજ વેચતી કંપનીના બિયારણ લેવાનું શરુ કર્યું ,તેને પ્રાધાન્ય આપવાનું શરુ કર્યું , આખી માર્કેટ બદલાય ગઈ , ખેડૂતોએ જરૂર કરતા વધુ ભાવ લેતી કંપનીને સમજાવી દીધું કે સાનમાં રહેજો ? ? ખેડૂતો એ સમજાવી દીધુંકે વધુ ભાવ રાખી દેવાથી કઈ ડબલ ઉત્પાદન નથી મળી જતું ? તમારા કોઈ સુરત વિસ્તારના સગાને પૂછી , આ રસપ્રદ સ્ટોરી જાણો .