આજે બધા વિચારતા થઇ ગયા  છે કે બધી પાક જીવાતો હવે કેમ કાબુમાં આવતી નથી ? કોઈ દિવસ વિચાર કર્યો કે પહેલા લાંબા વર્ષો પછી કોઈ એક દવા સામે જીવાત પ્રતીકારકતા કેળવતી , હવે તો નવી દવા આવી નહિ ને બીજા વર્ષે તે દવા આઉટઓફ ડેટ થઇ જાય છે. આવું કેમ થતું હશે ? જીવાતો કેમ ઝડપથી પ્રતીકારકતા કેળવવા મંડી ?, જીવાતને મારવા માટે આપણે જંતુનાશક છાંટીએ તે સાચું પ્રમાણ જાળવીએ નહિ એટલેકે વધુ પ્રમાણ વાપરીએ તો ઘણા વિપરીત પરિણામો આવે છે તે આપણે ભૂલી જઇયે છીએ () તમારા પાકના પાન ઉપર દાઝ લાગે છે. જે પાંદડું રીપેર થતા સમય લે છે એટલે આપણો પાક ઓછું ઉત્પાદન આપે છે. () છંટકાવ  આપવા છતાં જે જીવાત બચી ગઈ તે જીવાતની હવે પછીની પેઢી તે દવા સામે લડી શકે તેવી પ્રતિકારક બને છે. એટલે પ્રમાણ જાળવવું. () દવાનું ટેકનીકલ ખુબ અગત્યનું છે દા.. કથીરી માટે ઘણા ટેકનીકલની દવા બઝારમાં આવેછે તમે એકને એક ટેકનીકલ દા .. ફેનાઝાક્વીન વારંવાર છાંટ્યા કરો છો તો તમારા ખેતરમાં કથીરી નાબુદ નહિ થાય, દવાનું ટેકનીકલ બદલાવતું રહેવું પડે. () દવા બ્રાન્ડેડ કંપનીની સારી લેવી જોઈએ,  તમે  દવા લઇ આવો તેમાં શું હોય તે તમને ખબર હોવી જોઈએ  અને અમુક  દવા વધારે જલદ હોય તો તમને તરતજ પરિણામ દેખાય પણ પાકનું નુકશાન (પાંદડા ઉપર સ્કોર્ચિંગ) અને જીવાત પ્રર્તીકારકતા કેળવે ને વધારાનું , યાદ કરો બીટી ટૂ ટેકનોલોજી કેમ ગુલાબી ઈયળ સામે ઘૂંટણીએ પડી ગઈ ? કોનો વાંક?, ટેકનોલોજી નો  ?? આપણો ? દાખલો સમજાય તો તમે તમારા ખેતર માં સાચી દવાના બાટલા લાવશો , સાચું ને ?