આવુજ
બાયો ટેક્નોલોજી એટલેકે બીટી ટેક્નોલાજી વિષે આપણે હજુ પણ વિજ્ઞાનને કોરાણે મૂકીને વિચારીયે છીએ એમાં આ સોસીયલ મીડિયા એ આગ લગાડેલી છે ખોટા સંદેશ ફેલાવવાની . બીટીની શોધ એક સારો આવિષ્કાર છે અને તેના 12 વર્ષ ભરપૂર લાભ આપણે લીધો તે ભૂલવા જેવું નથી , ગુલાબી આવી , કોઈ પણ જીવાત હોય તેને પણ કુદરતે જીવવાનો અધિકાર આપ્યો છે એટલે પ્રતીકારકતા કેળવે એમાં શું થઇ ગયું ? પણ તે લાંબા વરસે કેળવે તે આપણે અને વેપારીઓએ જોવાનું છે એટલે એમાં પણ આપણો વાંક છે નામ નેઠા વગરની ઉંચા ડોઝ ની દવા આજકાલ બધા છાંટીએ છીએ , આપણે જીવાત દેખાણી નથીને તલવાર લીધી નથી એલા જો કે સોઈ થી મરે છે ? અથવા બે દી રાહ તો જો કુદરત ક્રાયસોપા કે દાળિયા મોકલશે , પણ ના , દવા મરચીમાં એટલી છાંટીએ કે હવે કાળી થ્રિપ્સ આ વર્ષે કેટલો ઉપાડો લેશે તે જોજો , એક મરચીના ફૂલ માં 15-20 દેખાશે .
Social Plugin