🍀 પાન ખાનાર ઇયળની માદા ફૂંદી જથ્થામાં ઈંડાં મૂકતી હોય જેથી તેનો વીણીને નાશ કરવો. 

🍀 આ જીવાતના ફૂદા રાત્રિના સમયે પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી ઉપદ્રવિત વિસ્તારમાં પ્રકાશ પિંજર ગોઠવવા. 

🍀 જમીન પર પડેલ પાંદડાની નીચે રહેલ ઈયળો હાથથી વીણીને નાશ કરવો. 

🍀 આ જીવાતનાં નર ફૂદાંને આકર્ષવા ફેરોમોન ટ્રેપ ગોઠવવા. 

🍀 બ્યુવેરીયા બેસીયાના નામની કૃગનો પાઉડર ૬૦ ગ્રામ અથવા બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુંનો પાઉડર ૩૦ ગ્રામ અથવા આ જીવાતનું ન્યુક્લિયર પોલીહેડ્રોસીસ વાયરસ ર૫૦ એલઇ ૧૫ મિ.લિ. ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. 

🍀 આ જીવાતનો ઉપદ્રવ વધુ જણાય તો થાયામેથોક્ઝામ ૧૨.૬% + લેમ્ડા સાયહેલોશથ્રીન ૯.૫% ઝેડસી ૬ મિ.લિ. અથવા ક્વિનાલફોસ રપ ઇસી ૩૦ મિ.લિ.૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. દરેક છંટકાવ વખતે કીટનાશક બદલવી