પશુઓમાં ગળસૂંઢા નામનો રોગ જોવા મળે છે. આ રોગના અટકાવ માટે રસીકરણ ખૂબ ઉપયોગી છે. નાના વાગોળતાં પશુઓ જેવાં કે ઘેટાં-બકરામાં એન્ટરોટોકસીમીયા રોગ થતો હોય છે તેથી આ પશુઓમાં પણ સમયસર રસીકરણ થવાથી રોગચાળાને આવતો અટકાવી શકાય છે. આ ઉપરાંત ઘેટાં-બકરામાં ચોમાસા દરમિયાન ન્યૂમોનિયાનો રોગ લાગે છે , આ રોગમાં રસી ઉપલબ્ધ નથી. પરંતુ આ પ્રકારના રોગો જોવા મળે ત્યારે બિમાર પશુને અન્ય તંદુરસ્ત પશુથી તરત જ અલગ કરી દેવું જોઈએ. આથી ટોળામાં બીજા પશુઓને તેનો ચેપ લાગતો અટકાવી શકાય છે. સમયસર પશુ ચિકિત્સકની મદદથી પશુની સારવાર કરાવવી જોઈએ.