મગફળીમાં આવતી કાળી ફુગ એટલે એસ્પરજીલસ નાઇઝર જેને ખેડૂતો ઉગસૂક ના રોગથી ઓળખે છે.રોગ નું નામ કોલર રોટ છે તે તેના નામ મુજબ મગફળીના છોડના થડ અને મૂળ ના વચ્ચેના ભાગે એટલેકે જમીનની સપાટી ને થડ અડતું હોય તે જગ્યા એ ચેપ લગાડીને છોડ ને સુકવી નાખે છે..આ રોગ 70 ટકા બીજ જન્ય અને 30 ટકા જમીન જન્ય હોય છે.વાવેતર બાદ વરસાદ ખેંચાય અને જમીનનું તાપમાન 30 ડિગ્રીથી વધુ થાય તો આરોગ ખુબજ તીવ્ર બને છે અને તે 30 દિવસ થી વધુ સમય નુકશાન કરે છે જો વરસાદ સમયસર થઈ જાય તો તે 30 દિવસ સુધીમાં કુદરતી રીતે કાબુ થઇ જાય છે

ઉપાય : બીજને પારા યુક્ત દવા થાયરમ કે કેપ્ટાનનો પટ આપી વાવેતર કરવું. આ રોગ માટે વેટાવેક્સ ના પરિણામ પણ સારા છે..વરસાદ ખેંચાય તો પૂરક પિયત આપવાથી પણ ફાયદો થાય છે રોગ મુક્ત બિયારણ લેવું ખૂબ જરૂરી હોય છે. તેમ છતાય મેન્કોઝેબ પિયત સાથે આપવામાં આવે તો સંપર્કમાં આવતી કાળી ફૂગ નાશ પામે છે. પરંતુ આ ઉકેલ છેવટનો નથી